ભુજ: PGVCL એક્શન મોડમાં, વીજ ચોરી સબબ 1.19 કરોડનો દંડ
Bhuj, Kutch | Nov 22, 2025 પશ્ચિમ કચ્છમાં ભુજ પીજીવીસીએલ ડીવીઝન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં વીજ ચોરી કરતા ગ્રાહકો સામે ધોંસ બોલાવાઇ હતી. ગત 17થી 21 તારીખ સુધી વીજચેકીંગની ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ ઝુંબેશમાં ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર અને ખાવડા સહિતના વિસ્તારોનો વીજ ચેકિંગ હાથ ધરાઈ હતી. ગેરકાયદેસર વીજ વપરાશ રોકવા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કુલ 25 ચેકિંગ ટીમો મેદાનમાં ઉતારાઇ હતી. પાંચ દિવસ દરમિયાન આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં ઘરવપરાશ અને વાણિજ્યિક મળીને કુલ 2