મહુવા: મોટા ખુંટવડામાં ગરીબ પરિવારમાં ખુશીની લહેર: આવાસ મંજૂર
સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાના પ્રયાસથી મોટા ખુંટવડાના અરજદારને આવાસ મંજૂર, ખુશીની લાગણી વ્યક્ત. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના શીતળા માતાના પ્લોટ વિસ્તારમાં રહેતા જીકુભાઈ બીજલભાઈ પીપળીયા કાચા માટીના મકાનમાં રહેતા હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ અંગે તેમણે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડીયાને પોતાની હકીકત જણાવી હતી.