જૂનાગઢ: નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈ મનપાના મેયર ધર્મેશ પોશિયાએ આપ્યું નિવેદન
જુનાગઢ શહેરના હૃદય સમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડ ના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે તો બીજી તરફ હથિયાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તા નું કામ થયાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસીયા નું નિવેદન સામે આવ્યું છે. બે મહિનામાં નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ કરી દેવાશે તેવું જણાવવામાં આવ્યું છે.