સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વર્ષો જૂની અને અત્યંત જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે, જેણે હોસ્પિટલના સ્ટાફ, દર્દીઓ અને રાહદારીઓના જીવ અધ્ધર કરી દીધા છે.સિવિલ હોસ્પિટલના PIU વિભાગની મોટી બેદરકારી ઉઘાડી પડી છે. લાંબા સમયથી બંધ પડેલી આ ટાંકી જોખમી હોવા છતાં તેને હટાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.