તળાજા: પ્રતાપરા ખાતે ચૌહાણ પરિવારના હવન પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિ
તળાજા તાલુકાના પ્રતાપરા ગામે સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા ધાર્મિક હવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવન દરમ્યાન ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે અગ્નિમાં આહુતિ અર્પણ કરી હતી. આ અવસરે ગામલોકો અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક વાતાવરણમાં જોડાયા હતા. પ્રસં