વિસાવદર ખાતે આગામી સોમનાથ સ્વાભિમાન પર્વના પર્વને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુડી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથના સ્વાભિમાન, ગૌરવ અને અદ્વિતીય ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરનાર આ પર્વને ભવ્ય અને ઐતિહાસિક રીતે સફળ બનાવવા સૌએ એકમતથી આયોજન કરી મજબૂત સંકલ્પ લીધો.