સુરત: શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી દબોચી લીધો છે.પકડાયેલ આરોપી ૩૩ કિલો ગાંજાના જથ્થાના સપ્લાયમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.મહિધરપુરા પોલીસ મથકમાં ૨૦૨૩માં ૩૩ કિલો ગાંજાના જથ્થા સાથે કેટલાક શખ્સો પકડાયા હતા. આ ગુનામાં મુખ્ય સપ્લાયર તરીકે અર્જુન ત્રીનાથ પ્રધાન નું નામ ખુલ્યું હતું.