માણાવદર તાલુકાના પીપલાણા ગામે તસ્કરોએ હાથફેરો કરતાં બે મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ રોકડ અને મોબાઈલ મળી કુલ રૂા. ૨૫ હજારની મતાની ચોરી કરી હતી. આ મામલે માણાવદર પોલીસ મથકે કિશોરભાઈ સવજીભાઈ જાદવની ફરીયાદના આધારે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.