ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામમાં રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 27 વર્ષીય યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલાનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. વહેલી સવારે નિયમિત દોડ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં યુવરાજસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.