ભુજ: ભુજ શહેરનો 478મો સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ
Bhuj, Kutch | Nov 25, 2025 ભુજ શહેરે આજે તેનો 478મો સ્થાપના દિવસ પરંપરાગત અને ધાર્મિક રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે પ્રાગ મહેલમાં વર્ષો જૂની ખીલી પૂજનની વિધિ કરવામાં આવી હતી. ભુજના પ્રથમ નાગરિક દ્વારા ખીલી પૂજન કરાયું હતું, અને કેક કાપીને શહેરનો જન્મદિવસ ઉજવાયો હતો.