સામલી ગામે ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે મોપેડ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવાનોના મોત થયા. વેલવડ ગામના નટવરસિંહ મકવાણાએ નોંધાવેલી અરજી મુજબ તેમનો 34 વર્ષીય દીકરો નિતેશકુમાર બાઈક પર ગોધરા તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી ઝડપે આવેલી મોપેડે ટક્કર મારી. અકસ્માતમાં નિતેશકુમાર અને મોપેડચાલક 22 વર્ષીય નિલેશકુમાર બંનેને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. બાઈક પર બેઠેલા જૈમિન સેલોતને પણ ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયો. ગોધરા તાલુકા પોલીસે અકસ્મ