કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે એક પરિણીતાની આત્મહત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે.ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનાર પરિણીતાને સાસરિયાએ મરવા મજબૂર કરી હોવાનો ગંભીર આક્ષેપ મૃતકની માતાએ કર્યો છે.મૃતકની માતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે મૃતકના પતિ સહિત ચાર આરોપીની પોલીસ અટક કરી છે