બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેટલું સુરક્ષિત અને પોષક વાતાવરણ અન્ય ક્યાંય નથી. પરંતુ વિપરીત સંજોગોમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકોને સંસ્થામાં રાખીને ઉછેરવો માત્ર છેલ્લો વિકલ્પ ગણાય છે. એથી આવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં ન રાખી વૈકલ્પિક કુટુંબમાં — એટલે કે સંબંધીઓના ઘરમાં — ઉછેરવાની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના કાર્યરત છે.