ઉધના: સુરતમાં કૂતરાઓએ 24 કલાકમાં 20 બાળક સહિત 100ને બચકાં ભર્યા
Udhna, Surat | Nov 24, 2025 સુરત શહેરમાં રખડતાં કૂતરાનો આંતક સતત વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા એ હદે પહોંચી છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. માત્ર આજે 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં 20 બાળકો સહિત 40 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેરભરમાં 100 જેટલા લોકો રખડતાં શ્વાનના આતંકનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.