સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારનાં માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં બીલીમોરા ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દક્ષિણ કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો આજે ભવ્ય પ્રારંભ થયો. બીવીકે મંડળની વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હાજર રહ્યા.