સુરત: શહેરના ઉધનામાં પોલીસે એક મકાનમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઉધના પોલીસે બાતમીના આધારે ખરવરનગર સોસાયટીમાં દરોડા પાડી સંચાલક હરીશભાઈ રૂગનાથવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી વોટ્સએપ દ્વારા ગ્રાહકોને યુવતીઓના ફોટા મોકલી આ અનૈતિક ધંધો ચલાવતો હતો.ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખરવરનગર સોસાયટીની દસ ગલ્લી પાસે આવેલી એક રહેણાંક મકાનમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે.