અબડાસા: ભવાનીપરની મહિલાનું નસબંધી બાદ પડી જતા મોત
Abdasa, Kutch | Nov 15, 2025 અબડાસાના ભવાનીપર ગામના 27 વર્ષીય મહિલાએ નસબંધી કરાવ્યા બાદ ખાટલા પરથી નીચે પડી જવાથી શ્વાસની તકલીફ થતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીબેન નીતિનભાઈ કોલીનું અકસ્માતે મોત થયું હતું. હતભાગી મહિલા બેરાચિયા વાડી વિસ્તારમાં હતા. એ દરમિયાન કોઈ કારણોસર ખાટલા પરથી નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.