કપરાડા: જિલ્લામાં અતિભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન – યોગ્ય વળતરની માંગ
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અપીલ કરી છે કે વલસાડ, નાનાપોંઢા, કપરાડા અને પારડી તાલુકાના ખેડૂતોને અતિભારે વરસાદથી થયેલ પાકના નુકસાન બદલ યોગ્ય વળતર આપવામાં આવે. તેમણે જિલ્લા સ્તરે ઉચ્ચ કક્ષાની સર્વે ટીમ બનાવી તલાટી, સરપંચ અને ખેડૂતોની હાજરીમાં તપાસ કરીને તાત્કાલિક સહાય આપવાની માંગણી કરી છે.