બરોડા ડેરી માં ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે બરોડા ડેરીની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોચ્યો છે.ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.ડેરીની ચૂંટણીની તારીખો જાહેર કરવા દિનુ મામાએ માંગ કરી છે.આજે દિનુ મામાની અરજી પર હાઇકોર્ટમાં વધુ સુનાવણી થવાની છે ત્યારે કોર્ટ ના નિર્ણય પર ડેરી સાથે જોડાયેલા સૌ સભાસદો અને હોદ્દેદારો ની નજર મંડાયેલી છે.