સુરતના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર BRTS ટ્રેકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ એટલી વધારે હતી કે તે રોડની બાજુમાં આવેલા BRTS ટ્રેકની લોખંડની રેલિંગ સાથે ભયાનક રીતે અથડાઈ હતી.