કાલોલના મલાવ રોડ પર આવેલ અમૃત વિદ્યાલયમાં શનિવાર અને રવિવાર મળીને બે દિવસીય વાર્ષિક ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે વડોદરાના આઈપીએસ એસપી સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવનો શુભારંભ કરતાં પ્રારંભે પ્રાઈમરી સ્કૂલના નાનકડા વિદ્યાર્થીઓએ ઝુમ્બા નૃત્ય કરીને સૌના દિલ જીતી લીધા. ત્યારબાદ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ મનમોહક પોમ-પોમ ડ્રિલ રજૂ કર્યું હતું