વાવ: વાવ થરાદ હાઇવે પર ચારડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો
વાવ થરાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. થરાદ તરફથી છકડો લઈને વાવ તરફ જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ચારડા પાટીયા નજીક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો .જોકે છકડા પર સવાર ડાઈવર સહિત ત્રણ જણને નાની મોટી ઇજાઓ થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.