ચોકબજાર તાપી નદીના પાળા પર પ્રતિબંધિત.ગાંજાનું વેચાણ કરતા શખ્સની ધરપકડ,
Majura, Surat | Nov 25, 2025 લાલગેટ પોલીસ દ્વારા પ્રતિબંધિત ગાંજા ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.ચોક બજાર ચાર રસ્તા નજીક આવેલ તાપી નદીના પાળા પર પોલીસે છાપો માર્યો હતો. મંગળવારના રોજ પોલીસે અહીં છાપો મારી નરેન્દ્ર ઈશ્વર દયાળ સિંહ ને ઝડપી પાડ્યો હતો. જેની પાસે તલાશી લેતા પ્રતિબંધિત 93.240 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મોબાઈલ, રોકડા રૂપિયા, ગાંજાનો જથ્થો મળી અંદાજિત 14000 ની કિંમતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. આરોપી ઝાકીર હુસૈનને વોન્ટેડ જાહેર કર્યો હતો.