મહુવા: અંબિકા અને મહુવા તાલુકામાં રૂપિયા ૪૬૧,૭૦ લાખકામોના ખાતર્મુહત મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે કરવામાં આવ્યા.
Mahuva, Surat | Nov 13, 2025 સુરત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તકના મહુવા પેટા વિભાગ અંતર્ગત ટ્રાયબલ સબ પ્લાન માંડવી હેઠળ મંજુર થયેલ ડી-સેગ તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના અંબિકા અને મહુવા તાલુકા રૂપિયા ૪૬૧,૭૦ લાખ ના વિવિધ કામોના ખાતર્મુહત મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.જેમાં વડીયા,અલગટ,ધામખડી,મહુવરિયા,વહેવલ,વસરાઈ,ઝેરવાવરા,ઘડોઈ,દેદવાસણ,બારતાડ,બોરિયા ગામનો સમાવેશ થાય છે.