આજે સવારે 9 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં પૂર્ણ થયેલ અને બાકી રહેલ કામગીરીની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.