ધારીમાં રહેતા રફીકભાઈ સાબદાદભાઈ બ્લોચ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, યુનુસભાઈ સાબદાદભાઈ બ્લોચ (ઉ.વ.૫૩)ને કોઈ ઝેરી જંતુ કરડી જવાથી સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત થયું હતું. મોરબીમાં રહેતા મનસુખભાઈ રૂગનાથભાઇ લાઠીયા(ઉ.વ.૬૦)એ હાલ ખાંભામાં રહેતા સ્નેહાબેન ઠાકોરભાઈ ભીલ (ઉ.વ.૩૦)ને માથાનાદુઃખાવા(માઈગ્રેન)ની તકલીફ રહેતી હતી. જેની અલગ અલગ ડોકટર પાસેથી દવા ચાલુ હોવા છતાં કોઈ ફેર પડતો ન હોવાથી કંટાળી જઈ ઉંદર મારવાની ઝેરી દવા પી' લીધી હતી.