વરસામેડી ટોલપ્લાઝા ઉપર સ્થાનિક ગામોના રિક્ષા ચાલકો, પ્રાઇવેટ વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેના માટે સ્થાનિક ગામો વરસામેડી, મોડવદર, ભીમાસર, અજાપરના સરપંચો, ઉપસરપંચ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત સ્થાનિક વાહનચાલકો દ્વારા ટોલ પ્લાઝા ઉપર આવેદન પત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો અને ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો તમામે તમામ સ્થાનિક ગામોના ગ્રામજનો દ્વારા ટોલ પ્લાઝા ઉપર વિશાળ સંખ્યામાં હાજર રહી આગળનું કાર્યક્રમ કરવામાં આવશે