માળીયા: માળિયા મિયાણાના નવાગામમાં દીપડના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ, વિડીયો વાયરલ...
Maliya, Morbi | Nov 13, 2025 માળિયા મિયાણા પંથકના નવાગામમાં આવેલી નદીના સામાકાંઠે દીપડો આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. ગામના મહેશભાઈ દેલવાડિયા નામના યુવાને આ દીપડો જોયો હોય તેઓએ વિડીયો પણ બનાવીને જાહેર કર્યો હોવાનું જણાવ્યું છે. આ અંગે સરપંચના પતિ પ્રેમજીભાઈ મૂછડીયાએ જણાવ્યું કે બેથી ત્રણ દિવસથી અહીં દીપડાના વાવડ ખેતમજૂરો તરફથી મળી રહ્યા છે. આ અંગે માળિયા વન વિભાગના એસ.બી.ભરવાડે જણાવ્યું કે આ અંગે અમને કોઈ જાણ નથી. ઘટના હજુ સુધી અમારા ધ્યાને આવી નથી...