જૂનાગઢમાં ભવનાથના મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયા બાદ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રતિક્રિયા આપી છે.હર હર મહાદેવ અને જય ગિરનારી ના નાદથી ગિરનાર તળેટી ગુંજી ઊઠી હતી.ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંગમ રૂપ પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં દેશભર માંથી નાગા સાધુઓ અને લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.