નવસારી: ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 3 મહિનાના 1 કરોડથી વધુના દારૂના મુદામાલનો નાશ
નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં જપ્ત કરાયેલા દારૂના મુદામાલનો પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. વિદેશી દારૂના 38 કેસમાંથી કુલ 65 હજારથી વધુ બોટલ મળી આવી હતી, જેની કિંમત 1 કરોડ રૂપિયા કરતા વધુ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, દેશી દારૂના 232 કેસો દરમ્યાન લગભગ 1 લાખ 52 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત થયો હતો. તમામ જપ્ત દારૂનો નિયમાનુસાર નાશ કરતા પોલીસે ગુનાખોરી સામે કડક સંદેશો પાઠવ્યો છે.