આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકા પશુ દવાખાનાના ડૉ. રુચિતભાઈ પટેલે આપેલ વિગતો મુજબ ઉત્તરાયણ પર્વને લઈને રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે આગામી 20 જાન્યુઆરી સુધી પશુ દવાખાના કાલોલ ખાતે કેમ્પ યોજાશે. જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત જણાઈ આવે તો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.