વરાછા રોડ પર ભારે પવનના કારણે તોતિંગ વૃક્ષની ડાળીઓ પડતા ટ્રાફિક જામ,ફાયર વિભાગે કરી રાહત કામગીરી
Majura, Surat | Jun 3, 2025 સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાય રહ્યો છે.જે પવન ના કારણે મંગળવારે સવારે વરાછા રોડ પર આવેલ તોતિંગ વૃક્ષની ઘટાદાર ડાળીઓ ધરાશાઈ તૂટી પડતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઉદ્ભવી હતી.બનાવની જાણકારી મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત કામગીરી કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.એક તરફ મેટ્રો ની કામગીરી અને બીજી તરફ વૃક્ષની ડાળીઓ પડવાના કારણે લોકોને હાલાકી પડી હતી.