નવા નાના ગામે ફરિયાદી પોતાના ઘરે બેઠા હતા તે દરમિયાન તેઓના ઉપર ચાર વ્યક્તિઓ દ્વારા છોકરો ભગાડવાની બાબતે મદદ કરી હોય તેઓ આક્ષેપ કરી ફરિયાદીને માર મારતા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. ત્યારબાદ સારવાર આપી જય અંબે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તો આ બનાવ તારીખ 30 4 2024 ના રોજ સવારે 09:00 વાગ્યાની આસપાસ બનવા પામ્યો હતો. સારવાર લીધા બાદ આજરોજ તારીખ 2 5 2024 ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી