માળીયા હાટીના: માળિયા હાટીનાની 12 વર્ષની હાટી ક્ષત્રિય સમાજની દીકરી ધાર્મિબા લખુભાઈ સિસોદિયાને બીએપીએસ સંસ્થામાં વિદ્વાનનો દરજ્જો મળ્યો
સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS સંસ્થા દ્વારા વડોદરા મુકામે એક ધાર્મિક કાર્યક્રમમાં 12723 જેટલા બાળકો દ્વારા હિંદુ પરંપરાગત મુજબ સત્સંગ દીક્ષા મુખપાઠ 315 શ્લોક નું ગાયન સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું, જેમાં મિશન રાજીપો અંતર્ગત ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો,જેમાં માળિયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજની 12 વર્ષની દીકરી સિસોદિયા ધાર્મીબા લખુભાઇ એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.