મુન્દ્રા: મુન્દ્રા પોર્ટ રેલ્વે સ્ટેશનના યાર્ડમાંથી વધુ 1.42 કરોડનો દારૂ SMCએ ઝડપી પાડ્યો
Mundra, Kutch | Nov 25, 2025 મુન્દ્રા પોર્ટ પરથી એસએમસીએ કાર્યવાહી કરી રૂપિયા 1.54 કરોડનો દારૂ ઝડપી લીધા બાદ પોર્ટ રેલ્વે સ્ટેશનના યાર્ડ પરથી વધુ 1.42 કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. બે દિવસની કાર્યવાહી દરમિયાન પંજાબથી ટ્રેન મારફતે આવેલો 2.97 કરોડના દારૂ સહીત કુલ ૩.26 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેમાં રાજસ્થાનના બે ડ્રાયવરની અટકાયત કરાઈ છે આરોપીઓના નામ ખુલ્યા છે.