બાવળા: જાખડા ગામે વિકાસ કાર્યોનું ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાતમુહૂર્ત કર્યું
આજરોજ તા. 14/11/2025, શુક્રવારે સવારે 11 વાગે ધોળકા તાલુકાના જાખડા ગામમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 715 લાખના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયેલ. આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.