સુરત: શહેરના અમરોલીમાં આવેલા કોસાડ આવાસમાં સામાન્ય બાબતે લોહિયાળ ખેલ ખેલાયો છે. માત્ર બાળકોની લડાઈમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે,જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.કોસાડ આવાસમાં નાના બાળકો અંદરોઅંદર લડી રહ્યા હતા. આ સમયે મૃતક મોહમ્મદ ફરીદ બોમ્બાવાળા લડી રહેલા બાળકોના પરિવારજનોને સમજાવવા માટે ગયા હતા.