મુન્દ્રા: મોટી ભુજપુરમાં આખલાના કારણે મોપેડ સ્લીપ થતાં યુવાન ઘવાયો
Mundra, Kutch | Nov 17, 2025 મુન્દ્રા તાલુકાના મોટી | મોટી ભુજપુરમાં આખલાના કારણે મોપેડ સ્લીપ થતાં યુવાનને ઈજા થઈ હતી, તેથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભીમજી ખમુભાઇ મહેશ્વરી તા.૧૫નાં રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં મોટી ભુજપુરમાં મોપેડથી જઈ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગમાં આખલો આવતાં મોપેડ સ્લીપ થઈ ગયું હતું