એક દુલ્હન, 15 પતિ: મહેસાણા પોલીસે લૂંટેરી ગેંગનો કર્યો પર્દાફાશ, લગ્ન ઈચ્છુક યુવકો સાવધાન!
Mahesana City, Mahesana | Nov 20, 2025
ગુજરાતમાં પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી વધુ એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્યભરના અનેક જિલ્લાઓ સુધી પહોંચ્યા છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી.