માંડવી: મચાબા હોલ ખાતે માહ્યાવંશી સમાજ દ્વારા રક્તદાન દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
Mandvi, Surat | Nov 16, 2025 મછાબા હોલ ખાતે માહ્યાવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ, સુરત દ્વારા રક્તદાન કરનારા દાતાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહ્યાવંશી સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસિ્થત રહ્યા હતા.