અંજાર પોલીસે અંજાર અને આદિપુરમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ડીસા, બનાસકાંઠાની રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડી છે.પોલીસે 350 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ બાદ બનાસકાંઠા જિલ્લાના અજય પોપટભાઈ દેવીપૂજક અને મુકેશ વિનોદભાઈ દેવીપૂજક સહિત બે બાળ કિશોરોને અંજાર અને આદિપુર વિસ્તારમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.આરોપીઓ પાસેથી ₹10,21,492 કિંમતના સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, રોકડ રકમ અને સ્કૂટર કબજે કરવામાં આવ્યું છે.