સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સુપ્રસિદ્ધ તરણેતરના મેદાનમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા એક ઈનામી ડ્રોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે હંગામો મચી ગયો હતો. અંદાજે 10 હજારથી વધુ લોકોની ભીડ વચ્ચે આયોજકો અને જનતા સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની ગઈ હતી પોલીસ એ આયોજકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા ની કાર્યવાહી હાથ ધરી છે.