ખેડા સ્થાનિક પોલીસની ટીમ ફરી એક વખત ઊંઘતી ઝડપાઈ છે. SMC ની ટીમે શુક્રવારે સવારે ખેડાના ગોબલજ નજીક હોટલના પાર્કિંગમાં રેડ કરી 94 લાખના વિદેશી દારૂ સાથે 1.23 કરોડથી વધુનું મુદ્દામાલ પ્રાપ્ત કર્યો છે આ સાથે સ્થળ પરથી પોલીસે રાજસ્થાનના એક આરોપીની પણ અટકાયત કરી છે જ્યારે આંતરરાષ્ટ્રીય નેટવર્કના છ આરોપીઓની વોન્ટેડ જાહેર કરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે