વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે સમયસૂચકતા દાખવી ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને તરત જ રોકી, 10 સિંહોને મોટી દુર્ઘટનાથી બચાવ્યા હતા. લોકો પાયલટ રામાવતાર મીના અને સહાયક લોકો પાયલટ સોનું શર્માએ સિંહો નજરે પડતાં જ ટ્રેન રોકી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજર અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરની મદદથી તમામ સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા હતા.