ઓલપાડ: રાષ્ટ્રીય એકતા યાત્રા માટે સુરત જિલ્લામાંથી નાઝીર પટેલની પસંદગી
Olpad, Surat | Nov 25, 2025 સુરત જિલ્લાના હથોડા ગામના યુવાન નાઝીર પટેલની ભારત સરકારના યુવા મંત્રાલય દ્વારા આયોજિત 'રાષ્ટ્રીય| એકતા યાત્રા' માટે પસંદગી કરવામાં આવી છે. આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે| યોજાઈ રહી છે.સુરત જિલ્લામાંથી પસંદગી પામેલા નાઝીર પટેલ અખિલ| ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાયેલા છે. તેઓ વિદ્યાર્થી સમુદાયમાં રાષ્ટ્ર પ્રથમ અને સામાજિક જાગૃતિના વિષયો પર કાર્યરત છે.