જૂનાગઢ: ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં શિવ આરાધના, ઝગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને થશે અનોખો અનુભવ
જૂનાગઢમાં વર્ષ ૨૦૨૬ના મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજાશે. આ વખતે જૂનાગઢમાં મેળા દરમિયાન ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધી નો આશરે ૩ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના રૂટ પર સવિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ મહાદેવની શિવ આરાધનાના ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવતી થીમ પર સુશોભિત કરવામા આવ્યું છે