રાજકોટ પૂર્વ: રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા
રાજકોટ, : તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને અન્ય રાજ્યોમાંથી મળેલા વિસ્ફોટકોના કેસમાં કેટલાક કાશ્મીરી ડોક્ટર સહિતનાઓની સંડોવણી ખૂલી હતી, જેને પગલે દેશભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી. રાજકોટનાં અટીકા વિસ્તારમાંથી પાંચ કાશ્મીરી શ્રમિકો મળી આવતાં ભક્તિનગર પોલીસે તમામની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. એસઓજીએ પણ તપાસમાં ઝૂકાવ્યુ છે