મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વને લે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના લોકો તહેવારની ઉજવણી કરી શકે તેને લઇ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને તલના લાડુ મમરાના લાડુ ચીકી તેમજ અન્ય રાશનની કીટનું વિતરણ કરવામાં આવે છે આજે અંબિકા ચોક ખાતે રામધૂન મંડળમાં 500 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું હતું કાર્યક્રમમાં પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ સત્યમ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા.