મેંદરડા સ્થિત જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમ્બરના જનસંપર્ક કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત રહેલા અરજદારોએ પોતાના પ્રશ્નો તથા રજૂઆતો રજૂ કરી હતી. તમામ મુદ્દાઓને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ, તેના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારી ઓને ટેલિફોનિક માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી.