ધોળકા: સી. એમ. ઠક્કર હાઈસ્કૂલ સરોડા ખાતે આચાર્યનો વિદાય સમારોહ યોજાયો, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા
તા. 18/11/2025, મંગળવારે સવારે 11 વાગે ધોળકા તાલુકાના સરોડા ખાતે આવેલી સી. એમ. ઠક્કર હાઈસ્કૂલમાં આચાર્ય રાજેન્દ્રકુમાર હલાણીનો વિદાય સમારોહ પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.